Sunday, June 17, 2012

હસ્તરેખા દ્વારા :વિદ્યાભ્યાસ કારકિર્દી ની જાણકારી


હસ્તરેખા દ્વારા :વિદ્યાભ્યાસ કારકિર્દી ની  જાણકારી

         આજે ઝડપી અને સ્પર્ધાત્મક યુગ માં વિદ્યાભ્યાસ માં કઈ લાઈન  લેવી તે મોટી સમસ્યા થઇ ગઈ છે, અધૂરામાં પૂરું માં-બાપ ની મહત્વાકાંક્ષા અને દેખાં-દેખી નો ભોગ બાળકો બનતા જોઈ શકાય છે ...બાળકની રૂચી શામાં છે? ..તેને કઈ લાઈન  પસંદ છે કે બાળક ના ગમા-અણગમા ની પરવા કર્યા  વગર ઘણા વાલીઓ નક્કી કરતા હોય છે કે કઈ લાઈન લેવી ...અમુક  ટકા  આવ્યા એટલે આજ લાઈન  લેવાય તેવી ગ્રંથી મનમાં ઘર કરી ગઈ હોય છે ..ખેર જાગ્યા ત્યાંથી સવાર ...  આવી સ્થિતિમાં હાથની રેખાઓ બાળકની કારકિર્દી નક્કી કરવામાં ઉપયોગી થઇ શકે છે , જરૂર છે ફક્ત યોગ્ય માર્ગ-દર્શન ની ..હસ્ત રેખાના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાને માટે કયું ક્ષેત્ર લાભદાયી રહેશે તે સરળતાથી  જાણી  શકે છે ...               

          હાથમાં સૌ પ્રથમ મસ્તક રેખા જોવી,સ્વચ્છ , ઊંડી , પાતળી અને લાંબી મસ્તક રેખા  અને  સ્પષ્ટ સૂર્ય રેખા  હોય, બળવાન ભાગ્ય રેખા હોય અને ગુરુ-બુધ-મંગલ ના પર્વત ઉન્નત હોય ત્યારે ઉચ્ચ વિદ્યાભ્યાસ ના યોગો નક્કી થાય છે ..હવે કઈ લાઈન થી લાભ થશે, તે જોવા માટે જે તે વિદ્યાને લગતા ગ્રહોના માઊંટ અને હાથમાંના શુભા-શુભ ચિહ્નો ,હાથનો આકાર ,આંગળીઓની લંબાઈ ,મસ્તક રેખાનો ઢોળાવ કઈ બાજુ છે, વિગેરે બાબતો જોવી ... 

           હાથ મુલાયમ, આંગળીઓ પાતળી અને બધાં ગ્રહ ઉન્નત હોય તો આવી વ્યક્તિ સાહિત્યકાર અથવા પત્રકાર બની શકે છે. તેથી આવી વ્યક્તિએ સાહિત્ય અથવા પત્રકારત્વના ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.

         જેની આંગળીઓ મોટી હોય છે તેની પ્રકૃતિ શાસક જેવી હોય છે. તેઓ બીજા પર શાસન ચલાવનારા હોય છે. તેનું મન લખવા - ભણવામાં મોટેભાગે ઓછું ચોંટે છે. આવાં બાળક જો કોઈ ટેકનિકલ લાઈન, એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશ લઈ લે તો તેને અધવચ્ચે છોડવાની નોબત આવી પડે છે તેથી આવાં બાળકોની કારકિર્દી માટે જમીન -મિલકત, દરજીકામ અથવા ખાવા-પીવાનો સામાન બનાવવાના ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.

            જેમના હાથમાં ચન્દ્ર અથવા ગુરુની સ્થિતિ વિશિષ્ટ હોય, અને શુક્ર  નો પર્વત ઉઠાવ દાર અને  દોષ રહિત હોય,  તેમને સૌંદર્ય, કલા અને અભિનયનાં ક્ષેત્રોમાં સફળતા મળે છે. આ સિવાય તેઓ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ જેવો અભ્યાસક્રમ પણ કરી શકે છે.

           મસ્તિષ્ક રેખાનો નિકાસ ગુરુ ગ્રહ પરથી હોય તો આવી વ્યક્તિની પ્રવૃત્તિ નાનપણથી જ શાસકીય હોય છે. અહી મસ્તક રેખા અને જીવન રેખા વચ્ચે અંતર પ્રમાણસર હોય છે ત્યારે  . મોટે ભાગે આવાં બાળક રાજનીતિમાં અથવા વિદેશમાંથી અર્થશાસ્ત્રનું શિક્ષણ અથવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવતાં હોય છે, પરંતુ જો ગુરુ અને શનિ ઉન્નત હોય તો જ આ પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરી શકે છે...પણ જો મસ્તક રેખા અને જીવન રેખા વચ્ચે અંતર વધુ હોય છે ત્યારે આવા બાળકો સ્વભાવે પોતાનું ધાર્યું કરના અને આપ-ખુદ હોવાનું જણાય છે અને ક્યારેક ઉતાવળીય નિર્ણયો લઇ ને પછી પસ્તાવો કરતા હોય છે ...આવા બાળકો સાથે સહાનુભુતિ પૂર્વક વર્તવું , શિવ ઉપાસના-મંત્ર કરવા અને ચંદ્ર નો રત્ન ધારણ કરાવવો લાભદાયી નીવડતો હોય છે ...

            મંગળ ઉન્નત હોય, જીવનરેખા ગોળ હોય અને ભાગ્યરેખા શનિના ક્ષેત્રમાંથી નીકળીને સીધી શનિના ઉપરી ક્ષેત્ર તરફ જાય તો આવા બાળકોમાં શનિ - મંગળના ગુણો  વધુ આવી જાય છે અને તેમને પોલીસ ખાતું, સેના, જળસેના અથવા આવા પ્રકારના કોઈ અન્ય કાર્યમાં વધુ સફળતા મળે છે. તેઓ સાહસિક, લગનશીલ અને ગરમ સ્વભાવવાળા હોય છે.

           બુધની આંગળી લાંબી અને વાંકી હોય તથા બુધ ગ્રહ વધુ રેખાઓથી કાપકૂપવાળી ન હોય,આંગળીઓ ગઠ્ઠાદાર  હોય, હૃદય રેખા લાંબી અને છેક ગુરુના પર્વત આર-પાર જતી હોય, ભાગ્યરેખા મોટી થઈ પાતળી હોય, ત્યારે આવાં લક્ષણ વ્યક્તિમાં વિશેષ બૌદ્ધિક ક્ષમતાનાં દ્યોતક હોય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિક, રાજનેતા, વક્તા, સાહિત્યકાર, શોધકર્તા વગેરેના ગુણ હોય છે તેથી જેના હાથમાં આવાં લક્ષણ હોય તેમને કારકિર્દીમાં સફળતાને માટે વિજ્ઞાન, રાજનીતિ, સાહિત્ય અથવા સંશોધન ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.

              ચન્દ્ર અને બુધ ઉન્નત હોય તથા મસ્તિષ્ક રેખા સારી હોય અને ચંદ્ર પર્વત તરફ ઢળતી હોય તો આવા લોકોએ વકીલાત, પત્રકારત્વ અથવા સી.આઈ.ડી. જેવાં ક્ષેત્રો અપનાવવાં જોઈએ...જો શનિપર્વત બળવાન હોય અને ગુરુની આંગળી શનિ તરફ ઢળતી હોય તો સંશોધન ના કાર્ય ક્ષેત્ર થી લાભ થાય છે ..  પરંતુ આ ક્ષેત્રમાં સફળતાને માટે રેખાઓનું સશક્ત હોવું જરૃરી છે.

             જેની હૃદય અને માનસિક રેખાઓ પાસ - પાસે હોય , પણ એક-બીજાને કાપતી ના હોય ત્યારે તેમને એન્જિનિયરિંગને પોતાની કારકિર્દીનું ક્ષેત્ર બનાવવું જોઈએ...

            આમ ગ્રહો અને રેખાઓના  આધારે  બાળકોની કારકિર્દી નક્કી કરવી જોઈએ, કારણ કે તેમનું જીવન સફળ અને સુખમય બની શકે...

No comments:

Post a Comment