Sunday, June 17, 2012

હસ્તરેખા દ્વારા :વિદ્યાભ્યાસ કારકિર્દી ની જાણકારી


હસ્તરેખા દ્વારા :વિદ્યાભ્યાસ કારકિર્દી ની  જાણકારી

         આજે ઝડપી અને સ્પર્ધાત્મક યુગ માં વિદ્યાભ્યાસ માં કઈ લાઈન  લેવી તે મોટી સમસ્યા થઇ ગઈ છે, અધૂરામાં પૂરું માં-બાપ ની મહત્વાકાંક્ષા અને દેખાં-દેખી નો ભોગ બાળકો બનતા જોઈ શકાય છે ...બાળકની રૂચી શામાં છે? ..તેને કઈ લાઈન  પસંદ છે કે બાળક ના ગમા-અણગમા ની પરવા કર્યા  વગર ઘણા વાલીઓ નક્કી કરતા હોય છે કે કઈ લાઈન લેવી ...અમુક  ટકા  આવ્યા એટલે આજ લાઈન  લેવાય તેવી ગ્રંથી મનમાં ઘર કરી ગઈ હોય છે ..ખેર જાગ્યા ત્યાંથી સવાર ...  આવી સ્થિતિમાં હાથની રેખાઓ બાળકની કારકિર્દી નક્કી કરવામાં ઉપયોગી થઇ શકે છે , જરૂર છે ફક્ત યોગ્ય માર્ગ-દર્શન ની ..હસ્ત રેખાના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાને માટે કયું ક્ષેત્ર લાભદાયી રહેશે તે સરળતાથી  જાણી  શકે છે ...               

          હાથમાં સૌ પ્રથમ મસ્તક રેખા જોવી,સ્વચ્છ , ઊંડી , પાતળી અને લાંબી મસ્તક રેખા  અને  સ્પષ્ટ સૂર્ય રેખા  હોય, બળવાન ભાગ્ય રેખા હોય અને ગુરુ-બુધ-મંગલ ના પર્વત ઉન્નત હોય ત્યારે ઉચ્ચ વિદ્યાભ્યાસ ના યોગો નક્કી થાય છે ..હવે કઈ લાઈન થી લાભ થશે, તે જોવા માટે જે તે વિદ્યાને લગતા ગ્રહોના માઊંટ અને હાથમાંના શુભા-શુભ ચિહ્નો ,હાથનો આકાર ,આંગળીઓની લંબાઈ ,મસ્તક રેખાનો ઢોળાવ કઈ બાજુ છે, વિગેરે બાબતો જોવી ... 

           હાથ મુલાયમ, આંગળીઓ પાતળી અને બધાં ગ્રહ ઉન્નત હોય તો આવી વ્યક્તિ સાહિત્યકાર અથવા પત્રકાર બની શકે છે. તેથી આવી વ્યક્તિએ સાહિત્ય અથવા પત્રકારત્વના ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.

         જેની આંગળીઓ મોટી હોય છે તેની પ્રકૃતિ શાસક જેવી હોય છે. તેઓ બીજા પર શાસન ચલાવનારા હોય છે. તેનું મન લખવા - ભણવામાં મોટેભાગે ઓછું ચોંટે છે. આવાં બાળક જો કોઈ ટેકનિકલ લાઈન, એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશ લઈ લે તો તેને અધવચ્ચે છોડવાની નોબત આવી પડે છે તેથી આવાં બાળકોની કારકિર્દી માટે જમીન -મિલકત, દરજીકામ અથવા ખાવા-પીવાનો સામાન બનાવવાના ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.

            જેમના હાથમાં ચન્દ્ર અથવા ગુરુની સ્થિતિ વિશિષ્ટ હોય, અને શુક્ર  નો પર્વત ઉઠાવ દાર અને  દોષ રહિત હોય,  તેમને સૌંદર્ય, કલા અને અભિનયનાં ક્ષેત્રોમાં સફળતા મળે છે. આ સિવાય તેઓ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ જેવો અભ્યાસક્રમ પણ કરી શકે છે.

           મસ્તિષ્ક રેખાનો નિકાસ ગુરુ ગ્રહ પરથી હોય તો આવી વ્યક્તિની પ્રવૃત્તિ નાનપણથી જ શાસકીય હોય છે. અહી મસ્તક રેખા અને જીવન રેખા વચ્ચે અંતર પ્રમાણસર હોય છે ત્યારે  . મોટે ભાગે આવાં બાળક રાજનીતિમાં અથવા વિદેશમાંથી અર્થશાસ્ત્રનું શિક્ષણ અથવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવતાં હોય છે, પરંતુ જો ગુરુ અને શનિ ઉન્નત હોય તો જ આ પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરી શકે છે...પણ જો મસ્તક રેખા અને જીવન રેખા વચ્ચે અંતર વધુ હોય છે ત્યારે આવા બાળકો સ્વભાવે પોતાનું ધાર્યું કરના અને આપ-ખુદ હોવાનું જણાય છે અને ક્યારેક ઉતાવળીય નિર્ણયો લઇ ને પછી પસ્તાવો કરતા હોય છે ...આવા બાળકો સાથે સહાનુભુતિ પૂર્વક વર્તવું , શિવ ઉપાસના-મંત્ર કરવા અને ચંદ્ર નો રત્ન ધારણ કરાવવો લાભદાયી નીવડતો હોય છે ...

            મંગળ ઉન્નત હોય, જીવનરેખા ગોળ હોય અને ભાગ્યરેખા શનિના ક્ષેત્રમાંથી નીકળીને સીધી શનિના ઉપરી ક્ષેત્ર તરફ જાય તો આવા બાળકોમાં શનિ - મંગળના ગુણો  વધુ આવી જાય છે અને તેમને પોલીસ ખાતું, સેના, જળસેના અથવા આવા પ્રકારના કોઈ અન્ય કાર્યમાં વધુ સફળતા મળે છે. તેઓ સાહસિક, લગનશીલ અને ગરમ સ્વભાવવાળા હોય છે.

           બુધની આંગળી લાંબી અને વાંકી હોય તથા બુધ ગ્રહ વધુ રેખાઓથી કાપકૂપવાળી ન હોય,આંગળીઓ ગઠ્ઠાદાર  હોય, હૃદય રેખા લાંબી અને છેક ગુરુના પર્વત આર-પાર જતી હોય, ભાગ્યરેખા મોટી થઈ પાતળી હોય, ત્યારે આવાં લક્ષણ વ્યક્તિમાં વિશેષ બૌદ્ધિક ક્ષમતાનાં દ્યોતક હોય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિક, રાજનેતા, વક્તા, સાહિત્યકાર, શોધકર્તા વગેરેના ગુણ હોય છે તેથી જેના હાથમાં આવાં લક્ષણ હોય તેમને કારકિર્દીમાં સફળતાને માટે વિજ્ઞાન, રાજનીતિ, સાહિત્ય અથવા સંશોધન ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.

              ચન્દ્ર અને બુધ ઉન્નત હોય તથા મસ્તિષ્ક રેખા સારી હોય અને ચંદ્ર પર્વત તરફ ઢળતી હોય તો આવા લોકોએ વકીલાત, પત્રકારત્વ અથવા સી.આઈ.ડી. જેવાં ક્ષેત્રો અપનાવવાં જોઈએ...જો શનિપર્વત બળવાન હોય અને ગુરુની આંગળી શનિ તરફ ઢળતી હોય તો સંશોધન ના કાર્ય ક્ષેત્ર થી લાભ થાય છે ..  પરંતુ આ ક્ષેત્રમાં સફળતાને માટે રેખાઓનું સશક્ત હોવું જરૃરી છે.

             જેની હૃદય અને માનસિક રેખાઓ પાસ - પાસે હોય , પણ એક-બીજાને કાપતી ના હોય ત્યારે તેમને એન્જિનિયરિંગને પોતાની કારકિર્દીનું ક્ષેત્ર બનાવવું જોઈએ...

            આમ ગ્રહો અને રેખાઓના  આધારે  બાળકોની કારકિર્દી નક્કી કરવી જોઈએ, કારણ કે તેમનું જીવન સફળ અને સુખમય બની શકે...

Thursday, May 31, 2012

લાલ કિતાબ


લાલ કિતાબ જ્યોતિષ વિદ્યાના  સ્વતંત્ર અને મૌલિક સિદ્ધાંતો પર રચાયેલું પુસ્તક છે, કોઈ તેને તન્ત્ર મંત્ર નું પુસ્તક મને છે તો કોઈ તેને  ટોના ટુચકા  નું પુસ્તક માને છે પણ સાવ તેવું નથી...આ પુસ્તક માં દાન ધર્મ, સદાચરણ-વડીલો,સ્ત્રી પ્રત્યે આદર માન જાળવવું, દુખીની મદદ કરાવી, ઢોર ઢોખર ને ઘાસ ખવડાવવું ,પશુ-પક્ષી ઓનું જતન, સેવા કરવી...આદિ પરોપકાર ના ઉપાયો બતાવ્યા છે..તેમાં કોઈ ના પણ નુકસાન કોઈ વાત નથી..લાલ કિતાબ ની વિશેષતા એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને ઉપાયો સરળતાથી કરી શકે છે, તેમાં નથી કોઈ મોટા ખર્ચાળ વિધિ-વિધાન કરવાની જરૂર કે નથી મોઘા રત્ન પહેરવાની જરૂર...ગરીબ-ધનવાન કોઈ પણ વ્યક્તિ આ ઉપાયો કરી શકે છે...જેમ કે        કાગડા-કુતરાને ખવડાવવું, વૃક્ષના મૂળમાં પાણી નું સિંચન કરવું, કુંવારિકા ના આશીર્વાદ લેવા, વડીલો ના આશીર્વાદ લેવા,  કાળું કુતરું પાળવું, કીડીઓના દર પુરાવા, માથું ઢાંકવું, નદીમાં તાંબા ન સિક્કા, નારીયેલ કોઈ ધાન્ય, સુકો મેવો પ્રવાહિત કરવો, માછલીઓને ખવડાવવું, શિખા રાખવી..વિગેરે ઉપાયો બતાવેલા છે..વિધવાની મદદ કરાવી, પોતાના ખાવામાંથી ગાય-કુતરા માટે ભાગ કાઢવો, પંખીઓને દાણા નાખવા, સૂર્ય ભગવાન ની આરાધના કરવી.....

                                                                                                                                                                                              ૧) આર્થિક સમસ્યા ના ઉપાય માટે;- ૨૧ શુક્રવાર સુધી ૯ વર્ષ થી નાની બાળા(કુંવારિકા) ઓને  ખીર ખવડાવવી અને છેલ્લા શુક્રવારે સફેદ વસ્ત્ર નું દાન કરવું..
  ૨) ઘરમાં ધનસંચય અને ધનપ્રાપ્તિ સરળતાથી થાય તે માટે ઘરમાં ઉત્તર કે ઇશાન(ઉત્તર-પૂર્વ ની વચ્ચેના ખૂણામાં) ફીશ ટેંક (માંછલી ઘર ) ગોઠવવું, તેમાં ૯ માછલી(૮-ગોલ્ડ ફીશ અને ૧-શાર્ક-કાળા રંગ ની ) રાખવી...કોઈ માછલી મારી જાય તો તરત બીજી લાવીને નાખવી. એવી માન્યતા છે કે જયારે ઘરમાં કોઈ આફત-મીસીબત આવવાની હોય ત્યારે એક ગોલ્ડ ફીશ મારી જાય છે, અને મુસીબતમાંથી બચાવ થાય છે...
  ૩) ચિંતા-કાલ્પનિક ભય સતાવતો  હોય ત્યારે , અથવા કોઈ મુસીબત આવવાનો  અંદેશો થાય ત્યારે...રાત્રી ના સુતી વખતે એક તાંબાના લોટમાં કંકુ વાળું પાણી ભરીને માથાના ભાગ બાજુ આખી રાત રહેવા દઈ, સવારે તે પાણી તુલસી ક્યારા અથવા પીપળે રેડી આવવું, ધીરે-ધીરે મુસીબત માં થી છુટકારો મળવાનો અનુભવ થશે...
   ૪)  છોકરીના સગાઇ વિવાહ માં અડચણો આવતી હોય ત્યારે ...સગાઇ-વિવાહ ફોક થાય ત્યારે તેવા સંજોગોમાં કરવાનો એક ઉપાય અહી બતાવું છું, જે ઘણો અસરકારક સાબિત થયેલો છે...ઘરમાં શ્રી શિવજી ની મૂર્તિ અથવા ફોટા આગળ ધૂપ-દીપ કરી અથવા મહાદેવમાં જઇશિવ-લિંગ આગળ બેસી અહી આપેલ મંત્ર ની ૫ માળા કરી ત્યાર બાદ ૫ શ્રીફળ શિવ લિંગ પાસે ચઢાવી દેવા..સાનુકુળ સંજોગો ઉભા થતા અનુંભવાશે.."ॐ श्रीम वरप्रदाय नमः श्रीम ॐ"...
 ૫) ધન પ્રાપ્તિ ના સરળ ઉપાયો અહી બતાવું છું...."નાણા વગરનો નાથિયો અને નાણે નાથ લાલ" ના આ જમાના માં ધન ની જરૂરિયાત સર્વ ને હોય છે, કારણ ધન વગર સંસારિક કર્યો આગળ વધતા નથી..
  ધન પ્રાપ્તિ માટે લાલ કિતાબ માં ઘણા સરળ ઉપાયો બતાવ્યા છે જે કોઈ પણ વ્યક્તિ સરળતાથી અમલમાં મૂકી શકે છે...
   ૧) કાળી મિર્ચ(મરિયા) ના ૫ દાણા લઇ પોતાના માથા પરથી ૭ વખત ઉતારી (કલોક વાઈઝ) ઉતારી ૪ દાણા ચાર દિશામાં નાખી દેવા અને એક દાણો આકાશ માં ઉછાળી દેવો...નિયમિત દર શનીવારે કરવાથી આકસ્મિક ધન લાભ થવા ની તકો ઉભી થતી જણાશે...
  ૨) શનિવારે એક પીપળાનું પણ તોડી લાવી તેને ગંગા જળથી ધોઈ લેવું, હળદરમાં દહીં નાખી તેમાં હળદર પલાળી અનામિકા આંગળી (ટચલી ની બાજુ વાળી) વડે "ह्रीं" લખવું..બાદ તે પણ વોલેટ માં બીજા શનિવાર સુધી રાખવું, બીજા શનિવારે આ વિધિ ફરી કરાવી , જુનું પણ કોઈ પવિત્ર જગ્યાએ પધરાવવું..
 ૩) ૭ ગોમતી ચક્ર જાણકાર પાસે સિદ્ધ કરાવી શુભ મુહુર્ત માં તિજોરી-પૈસા મુકવાની જગ્યા માં મુકવા..........


Sunday, May 20, 2012

શનિદેવ નું કન્યા રાશિમાં વક્રી ભ્રમણ શું ફળ આપશે?


શનિદેવ નું કન્યા રાશિમાં વક્રી  ભ્રમણ શું ફળ આપશે?

૧૬મી મે ને બુધવાર-સવારે06-39 એ.એમ. કલાકે શનિદેવ વક્રી થઈ કન્યા રાશિમાં પ્રવેશ્યા છે ,જે-૪ ઓગસ્ટ સુધી એટલે કે ૧૦૮ દિવસ સુધી કન્યામાં વક્રીભ્રમણ કરશે. શનિનું આ વક્રીભ્રમણ દરેક રાશી મુજબ શું ફળ આપશે તે અંગે વિચારતા... .16- મેં થી 25-જુન સુધી વક્રી રહે છે, 25-જુન થી માર્ગી  થાય છે અને 04-ઓગસ્ટ ના સવારે 08-58 કલાકે તુલા રાશી માં પ્રવેશ કરે છે ...આ સમય દરમ્યાન ચિત્રા નક્ષત્ર ના બીજા ચરણ માં કન્યા નવમાંશ માં ભ્રમણ કરશે ..18 મી જુન થી રાહુ દેવ પણ કન્યા નવમાંશ માં ભ્રમણ કરશે ..14-જુન થી 15-જુલાઈ સુધી સૂર્ય નારાયણ મિથુન રાશી માં ભ્રમણ શરુ કરતા શનિ  દેવ ની દ્રષ્ટિમાં પીડિત બનશે ... આ સમય રાજકીય ક્ષેત્રે ગરમાવો લાવી દેનાર નીવડવા   સંભવ  રહેશે ..રાશિવાર ફળ કથન  અંગે વિચારીએ તો .....                             
 મેષ :વક્રી શનિદેવ  છઠ્ઠા સ્થાન માં આવવાથી  કોર્ટ, કચેરી કે હરીફાઇના ક્ષેત્રે સફળતા અપાવશે...મોસાળ પક્ષ માં ચિંતાનું આવરણ આવી જાય ..ઉઘરાણી ના પ્રશ્નો હાલ થતા જણાય ...
વૃષભ :વક્રી શનિદેવ  પાંચમેં  આવવાથી  સંતાનના પ્રશ્નો હાલ થવામાં અવરોધ-વિઘ્ન અને ચિંતા નો અનુભવ કરાવી જાય ...પેટ-પાચન સંબંધીત ખાસ સાચવવું ..મન:સ્થિતિ ડામાડોળ રહેવા પામે ..
મિથુન :વક્રી શનિદેવ  ચોથા સ્થાન માં આવવાથી જમીન, મકાન, સ્થાવારાદી કામોમાં અડચણ નો સામનો કરાવી જાય ..માતાની તબિયત સાચવવી પડે ..પડવા -વાગવાથી સાચવવું પડે ..                                 
કર્ક :વક્રી શનિદેવ ત્રીજે આવવાથી  ફતેહ-વિજય અપાવશે .. મિત્રોનો સાથ સહકાર અપાવશે અને પ્રવાસ ફલાદાયી  નીવડે .હિંમત-સાહસ માં વધારો થાય ..
સિંહ :વક્રી શનિદેવ  બીજે આવવાથી  આર્થિક સમસ્યાઓ સતાવશે ..લેવડ-દેવડ  માં સાચવવું પડે ..ઉઘરાણી ના પ્રશ્ને ચિંતા ઉભી થાય ..કૌટુંબિક સમસ્યા સતાવે ..વડીલ વર્ગ ને બીમારીનું આવરણ આવી જાય .
કન્યા : વક્રી શનિદેવ  પ્રથમ ભાવે અઆવવાથી  માનસિક ચિંતા-બેચેની રખાવે ..દરેક કામ વિલંબ થી પતે ..દામ્પત્ય જીવન માં કંકાશ-કલહ ઉભો ના થાય તે સાચવજો ..હરીફ-શત્રુ ઓ થી હેરાન ગતિ ભોગવાય .. 
તુલા :વક્રી શનિદેવ  બારમેં  આવવાથી  વાદવિવાદ અને ધન હાની નો અનુભવ થાય .. જમીન-મકાન અને શેઅર બઝારમાં રોકાણ કરવા માં સાચવવા સલાહ છે ..સંતાન ના પ્રશ્ન ચિંતા કરાવી જાય  ..
વૃશ્વિક :વક્રી શનિદેવ  અગિયારમેં આવવાથી લાભ-આવક માં વધારો થાય .. ધંધા, નોકરીમાં પ્રગતિ  જોવાય ...ટૂંકાં પ્રવાસો લાભ દાયી નીવડે ..જમીન-મકાન માં રોકાણો થી લાભ થાય ...
ધન :વક્રી શનિદેવ  દશમેં  આવવાથી અપ્સ-ડાઉન નો અનભવ થાય ..કોઈ નવા સાહસ-આયોજન આ સમય માં કરવા સલાહ નથી .કોઈ પણ ફેરફાર કરતા પહેલા સો વખત વિચારજો ..
મકર :વક્રી શનિદેવ  નવમેં આવવાથી  આસ્તિકતા વધશે, ભાગ્યોદય ની વૃદ્ધિ ના પ્રસંગો ઉભા થાય .. લાંબા પ્રવાસ-પરદેશ ગમન ને લગતા કામો માં સફળતા મળે ..ધાર્મિક પ્રવાસ નું આયોજન સફળ થાય ...
કુંભ :વક્રી શનિદેવ આઠમેં આવવાથી આંતરિક શક્તિ-અંત:સ્ફૂરણા માં વધારો થાય પણ આરોગ્ય સાચવવું જરૂરી બનશે  આ સમય દરમ્યાન મંગળ દેવ  પણ આપની રાશિથી આંઠમાં સ્થાન માં ભ્રમણ કરતા હોવાથી સમય આધી- વ્યાધી-ઉપાધી કારક નીવડવા ઘણો સંભવ છે માટે સાચવજો .. કૌટુંબીક પ્રશ્નો ઉભા થાય .. અકસ્માતથી-ઓપરેશન નો ભય ઉભો થાય ...
મીન રાશિ-વક્રી શનિદેવ  સાતમેં આવવાથી   દાંપત્યજીવન માં ઉષ્મા માં ઘટાડો થાય, જાહેર જીવનમાં  અપ-યશ-માનહાની  નો અનુભવ કરાવી જાય, સગાઇ-વિવાહ અંગે વાતો ચાલતી હોય તો વિલંબ માં પડે, સગાઇ-વિવાહ ફોક થાય .. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવા ..........................

Sunday, May 6, 2012

લાલ કીતાબ નાં સરલ ઉપાયોં

 જો કંઈક અનિષ્ટની સંભાવના લાગી રહી હોય ત્યારે શ્રી દુર્ગા સપ્તશવીનો ૨૧ વખત પાઠ કરવો - કરાવવો જોઈએ.

  જો ઘરની મહિલાઓ પૈકી મા, બહેન, કાકી, ભાભી વગેરે પર નિરંતર કોઈને કોઈ સંકટ આવી રહ્યું હોય ત્યારે ૪૦૦ ગ્રામ નારિયેળનું તેલ, ૪૦૦ ગ્રામ અખરોટ અને ૪૦૦ ગ્રામ છોતરાવાળી બદામ મંદિર યા ધર્મસ્થાનામાં દાન કરવાથી લાભ થાય. આવું દાન શનિવારના દિવસે જ કરવું.


  નોકરી અથવા વ્યાપારમાં અંતરાયો આવી રહ્યા હોય ત્યારે કૂતરાંને ભોજન કરાવવાથી લાભપ્રદ રહે છે.

  જ્યારે આર્થિક સ્થિતિ અને બાળકો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો હોય ત્યારે તાંબાના ચોરસ ટુકડાઓ જમીનમાં દાટી દેવા. આ ક્રિયા રવિવારે કરવાથી લાભ પ્રાપ્ત થશે.

  શુદ્ધ સોનુ અને કેસર એક સાથે ઘરમાં રાખવાથી પરિવારની ઉન્નતિ થાય છે.

  નેત્રરોગની શાંતિ માટે કદાપિ સાદું જળ પીવું નહીં. તેમાં થોડું મીઠું અગર ખાંડ મેળવીને પીવાથી નેત્રરોગ શાંત થાય છે.

  યાત્રાના શુભપ્રદ ફળને માટે યાત્રા કરતાં પહેલાં સારું ભોજન કરવું અને કેટલંુક ભોજન યાત્રામાં પોતાની સાથે લઈ જવું.

  જો માતાને સતત કષ્ટ થઈ રહ્યું હોય તો ૧૨૧ પેંડા લઈ તે બાળકોમાં વહેંચી દેવા અગર નદીના જળમાં પ્રવાહિત કરી દેવા.

  જો રાતે ખરાબ સ્વપ્નો આવતાં હોય અને તેનાથી ઊંઘમાં ખલેલ પડતી હોય તો રાતે પાણીથી ભરેલું વાસણ પોતાના પલંગની નીચે રાખવું અને સવારે પાણીને કૂવામાં નાખી દેવું.

Tuesday, March 13, 2012

ભાગ્ય રેખાનો ઉદગમ:---------=પ્રકાર-(1)-મણીબંધ ના મધ્ય માં થી નીકળી શનિ પર્વત પર જતી ભાગ્યરેખા...=પ્રકાર-(2)-શુક્ર કે ચંદ્રના મૂળમાંથી નીકળી શનિ પર જતી ભાગ્ય રેખા....=પ્રકાર-(3)-ચંદ્ર પરથી નીકળી શનિ પર જતી ભાગ્ય રેખા....=પ્રકાર(૪)આયુષ્ય રેખામાંથી નીકળી શનિ પર જતી ભાગ્ય રેખા...           સામાન્ય રીતે આ પ્રકારની ભાગ્યરેખા ઓ વધુ જોવા મળશે..                                                                           .(1)==પહેલા પ્રકારની રેખાવાળા જાતક જીવનમાં પોતાના આપ-બળે આગળ આવતા જોવામાં આવ્યા છે, આ રેખા જેટલી વધુ સ્પષ્ટ અને કપાયા વગરની હોય તેટલું વધુ સારું ફળ જીવનમાં મળતું અનુભવાય છે..આવા માણસો સ્વપ્રયત્નો અને બુદ્ધી બળથી સફળતા મેળવે છે અને જાત-મહેનત થી આગળ આવે છે..હાથમાં બીજા પણ શુભ ચિન્હો બનતા હોય તો આવો માણસ શૂન્યમાંથી સર્જન કરી દેખાડે છે..પણ આવા માણસને સંઘર્ષ બાદ જ સફળતા મળતી હોય છે..મોટા-મોટા ઉદ્યોગપતિઓના હાથમાં આવી રેખાઓ જોવામાં આવી છે.. બીજી એક વાત પણ આવા માણસોમાં જોવામાં આવી છે કે જીવનની શરૂઆત થી જ તેમનું ધ્યેય તેમણે નક્કી કરી લીધેલું હોય છે..બાદ તેને પામવા અગાધ પરિશ્રમ આદરતા હોય છે...                                                                                                                               (2)==બીજા પ્રકારની રેખાઓ ખાસ કરીને પૈસા પાત્ર-સમૃદ્ધ ઘરના-ગર્ભ-શ્રીમંત વ્યક્તિઓના હાથમાં વિશેષ કરીને જોવામાં આવી છે.. જન્મ થીજ સુખ-સાયબી માં આળોટતા નબીરાઓ ના હાથમાં તમને આવી ભાગ્ય રેખા અચૂક જોવા મળશે...હાથના બીજા ચિહ્નો સારા હોય છે તો અને ગુરુ સૂર્યના પર્વતો બળવાન હોય તો આ સુખ સમૃદ્ધી જીવન ભર ટકી જતી હોય છે અને તેમાં વધારો પણ કરી જાણે છે, તથા સદમાર્ગે વાપરી જાણે છે...પણ જો હાથમાં અશુભ ચિહ્નો બળ-વત્તર હોય તો કરોડ પતિ માંથી રોડપતિ બની જતા હોય છે..અને તેના માટે તેમની ભોગ-વિલાસ ની વૃતિ અને ખોટી સોબતો કારણ ભૂત બનતી હોય છે...રાહુ નું મેદાન અને શુક્ર નો પર્વત વધુ ઉઠાવદાર અને દબાયા વગરનો હોય તો અને  શુક્ર-મેખલા કપાયેલી હોય-ખંડિત હોય તો આવા માણસો ની બરબાદી માટે કોઈ સ્ત્રી અને જાતકની ભ્રમર વૃતિ  કારણભૂત  હોય છે..                                                (3)==ચંદ્ર પરથી નીકળી શનિ પર્વત પર જતી ભાગ્ય રેખા વાળા જાતકો  જીવનમાં  અન્યની મદદ વડે જીવનમાં સફળ થતા જોવામાં આવ્યા છે..ચંદ્ર પોતે જ પર-પ્રકાશિત અને પર તંત્ર ગ્રહ છે તેથી સ્વાભાવિક છે કે આવા માણસો ને જીવન માં સફળ થવા બીજા ની ઉપર આધાર રાખવો પડે છે..બીજા ના અધિકાર નીચે કામ કરવા પડતા હોય છે..નોકરિયાત વ્યક્તિ ઓ ના હાથમાં સામાન્ય રીતે આવી ભાગ્યરેખા વધુ જોવા મળશે..અન્ય ચિહ્નો ની પ્રબળતા હોય તો આવી વ્યક્તિ મોટો અધિકારી હોઈ શકે પણ કહેવાય તો નોકર જ..બીજું જે અધિકારીના હાથ નીચે ઘણા માણસો કામ કરતા હોય છે તેના હાથમાં આવી ભાગ્યાર્રેખા સિવાય મણી-બંધ પરથી ભાગ્ય-રેખા નીકળતી ભાગ્યરેખા અચૂક જોવામાં આવી છે..સૂર્ય ની પ્રબળતા પર તે નક્કી થાય છે કે આવી વ્યક્તિ સરકારી નોકરી કરશે કે ખાનગી ?...ટુકમાં આવી ભાગ્યરેખા વાળી વ્યક્તિઓ ને બીજાને આધારિત રહેવું પડતું હોય છે..                                                                                                                                     (૪)==આયુષ્ય રેખામાંથી નીકળી શનિ પર જતી ભાગ્યરેખા વાળી વ્યક્તિ પોતાની જાત મહેનત થી, બુદ્ધી બળથી જીવન માં સફળતા મેળવતી જોવામાં આવી છે..કુટુંબ નો સાથ-સહકાર મેળવવા માટે આવી વ્યક્તિઓ સદભાગી બનતી નથી હોતી.. પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા બને છે..મંગલ નો પર્વત જો બળવાન અને દોષ રહિત હોય તો આવી વ્યક્તિઓ ઘણી સાહસિક હોય છે..અને ગુરુની આંગળી કરતા સુર્યની આંગળી વધુ લાંબી હોય તો આવા માણસો ની ઈશ્વર પર અતુટ શ્રદ્ધા હોય છે અને ઈશ્વર ભરોસે ચાલનાર હોય છે..જીવન રેખ જો દુષિત હોય તો આવા જાતકો ને પોતાના અંગત સ્વજનો જ હિત-શત્રુ બનતા હોય છે તેથી આવા જાતકો કુટુંબ થી દુર જઈને જ પોતાનો ભાગ્યોદય કરી શકતા હોય છે..કુટુંબ થી લાભ લેણ-દેણ હોતા નથી...વધુ હવે પછી.....અસ્તુ.. 

Monday, February 6, 2012

DIVINEASTROLOGY-OCCULT

શું તમારી ભાગ્ય રેખા બળવાન છે?:---"ભાગ્ય વિના નર પશુ સમાન છે." તેવી  શાસ્ત્ર માં ઉક્તિ છે, શું તે સાચી  છે?...જન્મ-કુંડળીમાં ભાગ્ય સ્થાન નબળું હોય છે,ત્યારે ઉપરની વાત સાચી પડતી જોવામાં આવે છે, પણ હાથમાં ભાગ્ય રેખાનો  અભાવ હોવા છતાં પણ જે  તે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ અને ભાગ્યશાળી   હોવાનું અનુભવ માં જોવામાં આવ્યું છે..આપણા હાથની હથેળીને  એક થાળી ની ઉપમા આપીએતો હાથમાંની રેખાઓને  તેમાં પીરસાતી વાનગીઓ-વ્યંજન ની ઉપમા આપી શકાય..જેનો સારો કે ખરાબ સ્વાદ તે આપણા પૂર્વ-જન્મના થયેલા શુભા-શુભ કર્મો ને આધારિત હોય છે..અને આનો બધો અધિકાર કુદરતના હસ્તક છે...કોઈ બે વ્યક્તિની હસ્ત-રેખાઓ ક્યારેય  એક-સરખી હોતી નથી..આટલા મોટા માનવ-સમુહમાં કોઈ પણ બે વ્યક્તિની હસ્ત-પ્રિન્ટ એક સરખી ના હોય એનાથી મોટી કુદરતની કમાલ કઈ હોઈ શકે.."તું ડાળ-ડાળ મેં પાત-પાત" જોડિયા બાળકોની રેખાઓ પણ એક સરખી નથી હોતી, ભલેને  રંગ-રૂપ,કે જન્મ-પત્રિકાઓ એક સરખી આવતી હોય! વાત જરા આડા પાટે ચડી ગઈ કેમ? કહેવત છે કે "નાણા વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ" આ કહેવત આજે પણ એટલીજ સાચી છે, નાણા વગર કોઈનો ઉદ્ધાર નથી,કે નાણા સિવાય કોઈને ચાલવાનું નથી તે સત્ય છે. કોઈ પણ વ્યક્તિના નસીબમાં ધન-યશ કેટલા પ્રમાણમાં છે તે જાણવા માટે ભાગ્ય રેખા ઘણી અગત્યની છે.ભાગ્ય, જીવન માં અગત્યની બાબત છે અને આપણું ભાગ્ય આપણા હાથમાંજ અકીત્ થયેલ  છે...જીવનના આપણા આ સફર માં આપણું જીવન કઈ એકધારું સારું,સુખી અને સરળ રીતે વીતવા પામતું નથી, ચઢાવ-ઉતાર, સુખ-દુ:ખ આવતાજ રહે છે, કોબીજના  દડા ના પડની જેમ એક પછી એક એમ પડ ઉખડતા રહે છે,છેવટે હાથમાં કઈ જ આવતું નથી અને છેવટે આપણા રામ જ રમી જાય છે.. સુખના સારા દિવસો-વરસો જલ્દી પસાર થઇ જાય છે પણ દુઃખનું એક વરસ જયારે ઓચ્ચીન્તું પસાર કરવાનું  આવે ત્યારે નાસી-પાસ  અને દુખી-દુખી થઇ જવાય છે, દુઃખનું એક વરસ પણ દશ વરસ જેવું લાગે છે જયારે સુખના દશ-વીસ વરસો જોત-જોતામાં પસાર થઇ જાય છે..એટલે હાથની ભાગ્ય-રેખા દ્વારા કયો સમય સારો છે? તે અગાઉથી જાણી લઇ તેનો પૂરો ઉપયોગ કરી લેવો જોઈએ અને મુશકેલી નો  સમય ભાગ્ય-રેખા-અને  હાથમાંની બીજી રેખાઓની મદદથી જાણી લઇ,ધીરજ-હિંમત  થી પસાર કરી લેવો  જોઈએ..ભાગ્ય રેખા સામાન્ય રીતે  દરેક હાથમાં હોય છે, અપવાદ રૂપે ક્યારે ક જ કોઈ વિરલા ના હાથમાં આ રેખાનો સદંતર અભાવ પણ જોવામાં આવેલ છે, તેઓ મતલબ એવો નથી કે તે ભાગ્યશાળી નથી, પરંતુ એવો અર્થ થાય કે તે ભાગ્યના બંધન માં નથી,હાથમાં બીજા ચિહ્નો સારા હોય તો તે માણસ કોઈની પણ સહાયતા વગર જ પ્રબળ પુરુંષાર્થ અને આત્મા-વિશ્વાસ ના બળે સફળતા મેળવે છે..તેની સ્ક્રીપ્ટ તેને  જાતે જ લખવાની આઝાદી મળે છે..ભાગ્યરેખા ન હોવાથી તે રેખાદ્વારા બતાવેલ કર્મ-બંધનમાં બંધાવું  પડતું નથી...તેના માટે "खुदी को कर बुलंद इतना की हर तकदीर लिखनेके पहले खुदा अपने बन्देसे खुद पूछे की बता तेरी रजा क्या हे?" ઉક્તિ સાચી પડે છે...ભાગ્યરેખા નો ઉદગમ,ભાગ્યરેખા પરના શુભા-શુભ ચિહ્નો ,ભાગ્ય્રેખાની સ્થિતિ વિગેરે વિષે હવે પછી વિચાર કરીશું...અસ્તુ!..       

Saturday, February 4, 2012

DIVINEASTROLOGY-OCCULT

શ્રી ગણેશાય નમઃ --પ્રણમ્ય શિરસા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ  ભક્ત્યા વાસમ સ્મરે નિત્યંમ  આયુ કામાર્થ સિદ્ધયે, પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ  ચ દ્વિતિયકમ, તૃતીય કૃષ્ણ-પીન્ગાક્ષમ ગજ વક્રતમ ચતુર્થકમ, લમ્બોદરમ પંચમ ચ ષસઠમ વિકટમેવચ , સપ્તમ વિઘ્નરાજેન્દ્ર - ધુમ્રવર્ણમ તથાસ્થમ  ,નવંમ ભાલચંદ્રમ ચ  દશમ તું વિનાયકમ ,એકાદસમ ગણપતિમ - દ્વાદશમ તું ગજાનનમ ...દ્વાદાશેતાની નામાની ત્રિસંધ્ય યઃ પઠેનર , ન  ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વ સિદ્ધિમ  કરમ પ્રભો, વિદ્યાર્થી  લભતે વિદ્યા ,ધનાર્થી  લભતે ધનમ ,પુત્રાર્થી લભતે પુત્રાન ,   મોક્ષાર્થી લભતે ગતિમ,  જપેત ગણપતિ સ્તોત્રમ  સડ્ભીરમાસે ફલમ  લભેત ,સંવત       સરેણ સિદ્ધિમ ચ  લભતે નાત્ર શંસયમ ,અસ્ઠાભ્યો બ્રાહ્મણઅસ્ય  લિખિત્વા યઃ સમરપયેત તસ્ય વિદ્યા ભવેત સર્વાં ગણેશસ્ય પ્રસાદતહ :---"ॐ एकदंताय विद्महे वक्र-तुन्डाय धी महि तन्नो दंती प्रचोदयात"...